ભચાઉ: ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે તેવી રજૂઆત સાથે ભચાઉ મામલતદારને આવેદનપત્ર
Bhachau, Kutch | May 7, 2026 ભચાઉ ખાતે આજે ગૌભક્તો અને સાધુ-સંતોના સંગાથે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ સાથે વિશાળ રેલી યોજી હતી. ગૌમાતા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને આસ્થાને ધ્યાનમાં રાખીને, ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' તરીકે જાહેર કરવામાં આવે તે માટે રાષ્ટ્રપતિને સંબોધિત એક આવેદનપત્ર ભચાઉ મામલતદાર કચેરી ખાતે અર્પિત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાધુ-સંતોએ ઉપસ્થિત રહીને આ અભિયાનને પોતાનું સમર્થન આપ્યું હતું.