જાંબુઘોડા: જાંબુઘોડાના ઇકોટુરીઝમ ખાતે મન કી બાત ટિફિન કે સાથનો કાર્યક્રમ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયો
જાંબુઘોડા ખાતે આવેલ ઇકોટુરીઝમ ખાતે તા.29 માર્ચ રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો પ્રેરણાત્મક કાર્યક્રમ મન કી બાતને નિહાળવાનો કાર્યક્રમ પંચમહાલ જિલ્લા ભાજપ પ્રભારી હર્ષદભાઈ વસાવા તેમજ પંચમહાલ જિલ્લા ભાજપા પ્રમુખ મયંકકુમાર દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયો હતો અને પ્રધાનમંત્રીનું પ્રેરણાત્મક માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું ત્યાર બાદ સૌ ભાજપા પદાધિકારીઓ સાથે ટિફિન બેઠક માં સહભાગી થઈ વિવિધ સંગઠનાત્મક વિષયો પર ચર્ચા વિચારણા કરી હતી