કાલોલ: કાલોલના દ્વારકેશ નગરમાં છેલ્લા ૪૦ વર્ષથી જળવાયેલી આસ્થા: પુનમભાઈ વરિયાના ઘરે શીતળા માતાજીની માટીની મૂર્તિ સ્થાપિત કરી શ્
પવિત્ર શ્રાવણ માસના તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે, ત્યારે શીતળા સાતમના પવિત્ર પર્વે કાલોલ સ્થિત દ્વારકેશ નગર સોસાયટી ખાતે ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો. દ્વારકેશ નગરમાં રહેતા પુનમભાઈ વરિયાના ઘરે છેલ્લા ૪૦ વર્ષથી પણ વધુ સમયથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ શીતળા માતાજીની માટીની મૂર્તિ બનાવીને વિધિવત સ્થાપના અને પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. માતાજીની માટીની મૂર્તિના દર્શન અને પૂજા-અર્ચના કરવા માટે વહેલી સવારથી જ દ્વારકેશ નગર સહિત આ