પુણા: કાપોદ્રા પોલીસ મથકે અલગ અલગ ગુના અને બિનવારસી.હાલતમાં.મળી આવેલ વાહનોની હરાજી કરવામાં આવી
Puna, Surat | Dec 2, 2025 કાપોદ્રા પોલીસ મથકે મંગળવારે વિવિધ ગુન્હા,મોટર વ્હિકલ એક્ટ ના ગુન્હામાં જપ્ત કરાયેલા ઉપરાંત બિનવારસી હાલતમાં મળી આવેલ 32 વાહનોની હરાજી કરાઇ હતી.જે માટે ટેન્ડર પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી.જેમાં 25 વેપારીઓએ ભાગ લીધો હતો.જ્યાં અહમદ અલી સિકંદર અલી દ્વારા સૌથી ઊંચી 2.12 લાખમાં બોલી મૂકવામાં આવી હતી.જ્યાં અન્ય કોઈ આગળ ન આવતા 32 વાહનોનો કબજો વેપારીને સોંપી ટેન્ડર પ્રક્રીયા પૂર્ણ કરવામાં આવી હતી.આ પ્રસંગે એસીપી,પીઆઇ હાજર રહ્યા હતા.