જાંબુઘોડા: જાંબુઘોડા ખાતે જીલ્લા પંચાયતની 1 અને તાલુકા પંચાયતની 16 બેઠક માટે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા.
સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે જાંબુઘોડા તાલુકા પંચાયત ની 16 સીટો જ્યારે જિલ્લા પંચાયતની 1 સીટ ઉપર ભાજપ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા જ્યારે આ તાલુકા પંચાયતની સીટો માં 9 મહીલા તેમજ 7 પુરુષ ઉમેદવારો હતા આમ જાંબુઘોડા ખાતે ભાજપના તાલુકા પંચાયતના કુલ 16 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તેમજ જિલ્લા પંચાયતમાં 1 મહીલા ઉમેદવાર સાથે જાંબુઘોડા ભાજપ કાર્યાલય ખાતેથી ઢોલા ત્રાસા સાથે ફોર્મ ભર્યા હતા