ઇન્ટેન્સિફાઇડ આઈ.ઈ.સી. કેમ્પેઈન-૨૦૨૬ અંતર્ગત ગરબાડા ખાતે જનજાગૃતિ રેલી યોજાઈ
*૩87 જેટલા વિદ્યાર્થીઓએ રેલીમાં જોડાઈ એચ.આઈ.વી., ટીબી સહિતના રોગો અંગે જનજાગૃતિનો સંદેશો પ્રસરાવ્યો*
૦૦૦
દાહોદ,
દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ચેપી રોગોના નિયંત્રણ અને નિવારણ માટે જનજાગૃતિલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદયકુમાર ટીલાવત તથા જિલ્લા ટીબી-એચ.આઈ.વી. અધિકારીશ્રી ડૉ. આર.ડી. પહાડીયાના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી, અમદાવાદની સૂચના અનુસાર ગરબાડા તાલુકાની પી.એમ. શ્રી મોડલ સ્કૂલ, ગરબાડા ખાતે “ઇન્ટેન્સિફાઇડ આઈ.ઈ.સી. કેમ્પેઈન-૨૦૨૬” અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેલીમાં પી.એમ. શ્રી મોડલ સ્કૂલના આશરે ૩87 જેટલા વિદ્યાર્થીઓ તથા એન.એ.સી.પી.ના કર્મચારીશ્રીઓએ ઉત્સાહપૂર્વક સહભાગી બની આરોગ્ય જાગૃતિનો સંદેશો પ્રસરાવ્યો હતો. રેલી દરમિયાન એચ.આઈ.�
Dohad, Dahod | Sep 11, 2026