ગાંધીધામ: પ્રવર્તમાન ડીઝલની અછતને હળવી કરવા વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસીએસનો અને ગાંધીધામ ચેમ્બરની ચેમ્બર ભવન ખાતે બેઠક યોજાઇ
વૈશ્વિક સ્તરે ઇંધણની કટોકટી વચ્ચે ગાંધીધામ સંકુલના પરિવહનકારોએ 1 જૂનથી ગાડીઓ સ્વૈચ્છિક રીતે ઊભી રાખી દેવાનું એલાન હાલ પૂરતું મુલતવી રાખ્યું છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે પ્રમુખ તેજા કાનગડ અને માનવવંત્રી મહેશ તીર્થાણીની ઉપસ્થિતિમાં ટ્રાન્સપોર્ટ અગ્રણીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જણાવાયું હતું કે, ભચાઉથી અમદાવાદ, સાંતલપુર અને રાધનપુર હાઇવે પર આવેલા પંપો પરથી ટ્રકોને પૂરતું ડીઝલ મળતું નથી, જેનાથી માલ પરિવહન ખોરવાયું છે.