ગાંધીધામ: નશામુક્ત ભારત અભિયાનની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગાંધીધામમાં નાર્કોટિક્સ જનજાગૃતિ વોકેથોન યોજાઈ
NMBAની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત નાર્કોટિક્સ જનજાગૃતિ અભિયાન તેમજ આંતરરાષ્ટ્રીય "કેફી પદાર્થના દુરૂપયોગ અને ગેરકાયદેસર હેરાફેરી વિરુદ્ધ દિવસ"ની ઉજવણીના ભાગરૂપે ‘ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જનજાગૃતિ ફેલાવવાના હેતુથી વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.આજે સવારે 7 કલાકે પોલીસ અધિક્ષક કચેરી ખાતેથી વોકેથોનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વોકેથોન પોલીસ અધિક્ષક કચેરીથી શરૂ થઈ મુન્દ્રા સર્કલ સુધી યોજાઈ હતી.