જેસર: જેસર તાલુકાના દેપલા ગામના રસ્તાની ખરાબ હાલતને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ
જેસર તાલુકાના દેપલા ગામના રસ્તાની ખરાબ હાલતને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામલોકો દ્વારા તંત્ર સમક્ષ રસ્તાનું તાત્કાલિક રીપેરીંગ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. દેપલા ગામ તરફ જતો મુખ્ય માર્ગ ઘણા સમયથી ખરાબ હાલતમાં છે, જેના કારણે વાહનચાલકો અને ગામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાઓને કારણે પરિસ્થિતિ વધુ બગડે છે. આ માર્ગ પરથી દૈનિક અવરજવર કરતી શાળાના વિદ્યાર્થીઓ, ખેડૂતો અને સામાન્ય નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડ