જાંબુઘોડા: 14 ગામોના 150 આદિવાસી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા, જી.એન.એફ.એસ.યુ. અને સીની સંસ્થાનો સરાહનીય પ્રયાસ
ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ ખાતે ટાટા ટ્રસ્ટ સંલગ્ન 'સીની' સંસ્થાના વિશેષ સહયોગથી એક મહત્વપૂર્ણ કૃષિ પરિવર્તન જોવા મળી રહ્યું છે. હાલોલ તાલુકાના 14 જેટલા અંતરિયાળ ગામોના 150 જેટલા આદિવાસી ખેડૂતોને પરંપરાગત ખેતીમાંથી મુક્ત કરી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ વાળવામાં સફળતા મળી છે.