ગાંધીધામ: આદિપુર પોલીસે શિણાય વિસ્તારમાંથી પ્રોહી મુદ્દામાલના જથ્થા સાથે 2 ઇસમોને ઝડપ્યા
આદિપુર પીઆઈ એમ.સી. વાળા અને પીએસઆઈ આર.એમ. ડુવાની ટીમે શીણાય વિસ્તારમાંથી સ્કોડા કાર અને ક્વિડ કારમાંથી વિદેશી દારૂની 230 બોટલો ઝડપી પાડી છે. આ કેસમાં પોલીસે આરોપી મીતરાજસિંહ કિરીટસિંહ જાડેજા અને નટુભાઈ પ્રહલાદભાઈ ઠાકોરની ધરપકડ કરી છે, જ્યારે ગાંધીધામનો આરોપી સુચિત અગ્રવાલ પકડવાનું બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે પ્રોહી મુદ્દામાલ, ૩ મોબાઈલ અને 2 કાર સહિત કુલ 8,82,825 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.