ખંભાત: આધ્યાત્મિક હોલ ખાતે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારો-2013 અને હક્ક-અધિકારો અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Khambhat, Anand | May 13, 2026 રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદાના ઇતિહાસ, જાહેર વિતરણ વ્યવસ્થા,આંગણવાડી સેવાઓ, મધ્યાહન ભોજન યોજના, વ્યક્તિ દીઠ મળવાપાત્ર અનાજ, “માય રેશન” એપનો ઉપયોગ તેમજ પાત્ર હોવા છતાં અનાજ ન મળતું હોય તો કરવાપાત્ર પ્રક્રિયા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત સ્થાનિક, તાલુકા અને જિલ્લા સ્તરની તકેદારી સમિતિઓ, ફરિયાદ નિવારણ વ્યવસ્થા, અંત્યોદય કાર્ડ માટેની પાત્રતા, રોજગાર ગેરેન્ટી અને આજીવિકા મિશન,હક્કો મેળવવા માટે દસ્તાવેજો માહિતી આપી હતી.