જાંબુઘોડા: જાંબુઘોડાના મહાત્મા ગાંધી હોલ ખાતે રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે 15 દિવસીય નિશુલક સમર કેમ્પનું આયોજન કરાયું
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે પંચમહાલ ગ્રામ્યમા 15 દિવસીય નિશુલક સમર કેમ્પનુ આજે રવિવારના રોજ જાંબુઘોડાના મહાત્મા ગાંધી હોલમા જાંબુઘોડાના વતની અને જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ અને જાંબુઘોડા વિશેષ પદાધિકારીઓ ના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજવામાં માં આવ્યો હતો.જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના ઝોન 4 ના કોઓર્ડિનેટર રાજેશભાઈ પંચાલ, યોગ કોઓર્ડિનેટર સોનલબેન દરજી, યોગ કોચ નિલમબેન પરમાર, દિવ્યાબેન પરમાર અને બાળકો અને બાળકો ના વાલીઓ હાજર રહ્યા હતા