દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે ઝાલોદ પ્રાંત અધિકારના અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
સિંગવડ મુકામે પ્રાંત અધિકારી ઝાલોદના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ અરજદારો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અને અરજીઓની રૂબરૂ સુનાવણી કરવામાં આવી હતી.
પ્રાંત અધિકારી દ્વારા ઉપસ્થિત અરજદારોના પ્રશ્નો ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નોના હકારાત્મક અને સમયસર નિકાલ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોની સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવવાનો અને લોકોને સરળતાથી વહીવટી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો હતો.
તાલુકા સ્વાગત કાર્યક્રમ દરમિયાન જમીન, મહેસૂલ, જાહેર સુવિધાઓ તેમજ વિવિધ શાસકીય બાબતોને લગતી રજૂઆતો કરવામાં આવી હતી, જેના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિવિધ વિભા�
Dohad, Dahod | Jun 23, 2026