દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના કાણાકુવા ગામે એક મોપેડ ટુ વ્હીલર ગાડીના ચાલકે મોટરસાઈકલના ચાલકને અડફેટમાં લેતાં મોટરસાઈકલના ચાલકનું શરીરે ગંભીર ઈજાઓને પગલે સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા.૨૧મી જુનના રોજ ગરબાડાના કાણાકુવા ગામે મોહનીયા ફળિયા જેસાવાડાથી ધાનપુર રોડ ઉપર એક મોપેડ ટુ વ્હીલર ગાડીના ચાલકે પોતાનું મોપેડ ટુ વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલા મયુરભાઈ રામસિંગભાઈ બામણીયા (રહે.નગરાળા, બંગલા ફળિયા, તા.જિ.દાહોદ)નાને અડફેટમાં લેતાં મયુરભાઈ બામણીયા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે તેઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમ્યાન મયુરભાઈ બામણીયાનું મોત નીપજતાં આ સંબંધે જાગૃતિબેન રામસિંગભાઈ બામણીયાએ જેસાવા
Dohad, Dahod | Jun 23, 2026