અંજાર: મિસ્ત્રી સમાજ વાડી મધ્યે નગર સેવક માટે 250 દાવેદારોએ સેન્સ પ્રક્રિયામાં દાવા રજૂ કર્યા
Anjar, Kutch | Apr 4, 2026 અંજાર નગરપાલિકાના નવ વોર્ડની 36 બેઠક માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં 250 જેટલા દાવેદારે ભાવિ નગરસેવક બનવા સેન્સ પ્રક્રિયામાં દાવા રજૂ કર્યા હતા. શહેરની મિસ્ત્રી સમાજવાડી ખાતે ભાજપ દ્વારા બે દિવસીય સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. બીજા દિવસે સાંજના સમયે અંજાર નગરપાલિકા જુદા-જુદા વોર્ડમાં ઉમેદવાર પસંદગી માટે પક્ષ દ્વારા કવાયત હાથ ધરાઈ હતી.