જાંબુઘોડા: કરોડોના ખર્ચે બનેલી 'સુખી સિંચાઈ યોજના'ની કેનાલમાં ગાબડાં,લોકનિકૃષ્ટ કામગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અને હાલોલ તાલુકા માટે જીવાદોરી સમાન 'સુખી સિંચાઈ યોજના'ની કરોડો રૂપિયાના ખર્ચે રીનોવેટ કરાયેલી નહેરમાં મોટાં ગાબડાં અને તિરાડો પડતાં સરકારી કામગીરી તેમજ કોન્ટ્રાક્ટરની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ભારે વરસાદ બાદ કેનાલને થયેલા વ્યાપક નુકસાનના કારણે સ્થાનિક ખેડૂતોમાં અસંતોષ ફેલાયો છે.