ગાંધીધામ: ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં ગાંધીધામમાં એમપી પટેલ કન્યા વિદ્યાલય સહિતની શાળાઓમાં શૈક્ષણિક મંડાણ શરું
લાંબા ઉનાળુ વેકેશનની રજાઓ ગાળ્યા બાદ આજરોજ, 8 જૂનથી સમગ્ર રાષ્ટ્રીય અને પ્રાદેશિક બોર્ડ હસ્તકની સરકારી તેમજ ખાનગી શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2026-27ના વર્ગો શરૂ કરાયા છે. ગાંધીધામની એમપી પટેલ કન્યા વિદ્યાલય સહિત ગાંધીધામ અને આદિપુર સંકુલની વિવિધ શાળાઓમાં સવારથી જ યુનિફોર્મ સજ્જ વિધાર્થીઓનો કિલ્લોલ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે ઘણખરી શાળાઓમાં કુમકુમ તિલક અને ગુલાબના ફૂલ આપી બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.