ગાંધીનગર: આજે કર્મચારીઓએ બાયોમેટ્રિક હાજરીનો વિરોધ,નવા અને જૂના સચિવાલય ઉપરાંત ઉધોગ ભવન,કલેકટર કચેરીમાં બાયો મેટ્રિક હાજરીનો વિરોધ
આજે કર્મચારીઓએ બાયો મેટ્રિક હાજરીનો વિરોધ કર્યો છે. નવા અને જૂના સચિવાલય ઉપરાંત ઉધોગ ભવન અને કલેકટર કચેરીમાં બાયો મેટ્રિક હાજરીનો અમલ થયો પરંતુ કર્મચારીઓએ તેનું વિરોધ કર્યો હતો. જુના સચિવાલયમાં જૂની પદ્ધતિ થી હાજરી પૂરવામાં આવી હતી. અંગત મોબાઈલમાં એપ્લિકેશન ડાઉન લોડ કરવાથી અનેક પ્રશ્નો ઉભા થાય છે. હાલમાં આ નિયમ નું કર્મચારીઓ પાલન નહી કરે. આધાર લિંકથી કર્મચારીઓની ગોપનીયતા જોખમાય છે. જુદા જુદા મંડળ સાથે પરામર્શ કરી આગળની કાર્યવાહી કરીશું.