ગાંધીનગર: સ્ટેટ મોનિટરીંગ સેલના નવા પોલીસ સ્ટેશનનું ઉદ્દઘાટન કરતા રાજ્ય પોલીસ વડા
ગુજરાત પોલીસે આજે એક મહત્વપૂર્ણ પગલું ભરતા સ્ટેટ મોનીટરીંગ સેલને પોલીસ સ્ટેશનનો દરજ્જો આપ્યો છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે આ નવા પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.આ નવા પોલીસ સ્ટેશનમાં પ્રથમ ગુનો ગુજસીટોક (ગુજરાત આંતકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ) હેઠળ નોંધાયો છે. આશીષ ઉર્ફે આસુ અગ્રવાલ અને વિનોદ ઉર્ફે વિજય સિંધી ઉદવાણી સહિત 10 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.