ભાવનગર શહેર: મહાનગર પાલિકા આરોગ્ય વિભાગ દ્વારા પવિત્ર પર્યુષણ પર્વ નિમિતે કતલખાના બંધ રાખવા આદેશ કરાયો
Bhavnagar City, Bhavnagar | Sep 6, 2026
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કતલખાના બંધ રાખવા આદેશ જારી કરાયા છે. જેમાં આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત કતલખાના અને માર્કેટને આગામી તારીખ 8 સપ્ટેમ્બર થી 16 સપ્ટેમ્બર સુધી સંપૂર્ણપણે બંધ રાખવા હુકમ કરવામાં આવ્યો છે. જૈન સમાજના પવિત્ર પર્યુષણ પર્વ અને સવંતશરી નિમિત્તે આ નિર્ણય લેવામાં આવ્યો હોય, ત્યારે નિર્ણયનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જે અંગે મહાનગરપાલિકાની યાદીમાં જણાવ્યું હતું.