અંજાર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત અંજાર નગરપાલિકાની 7 બેઠકો બિનહરીફ વિજયી થતા DC કચેરી કેમ્પસમાં તહેવાર જેવો માહોલ
Anjar, Kutch | Apr 15, 2026 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત અંજાર નગરપાલિકાની 7 બેઠકો બિનહરીફ વિજયી થતા બીજેપી અંજાર દ્વારા તેમના સન્માન માટે આજ રોજ ડીસી ઓફિસ કેમ્પસમાં સર્વે જિલ્લાના હોદ્દેદારો,પૂર્વ નગર સેવકો, મંડલના હોદેદારો,વિવિધ મોરચાનાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી તમામ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. બિનહરીફ ઉમેદવારોમાં કુંદનબેન જેઠવા,ધનુબેન ગઢવી, ધર્મિષ્ઠાબેન ખાંડેકા,પ્રીતિબેન માણેક,તારાબેન રોશિયા, મમતાબેન વેગડ અને પાર્થભાઈ સોરઠીયાનો સમાવેશ થાય છે.