સરકારી વિનિયન કોલેજ ગરબાડા ખાતે “ઇન્ટેન્સિફાઇડ IEC કેમ્પેઈન-2026” અંતર્ગત વિદ્યાર્થીઓ માટે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ગરબાડા,દાહોદ,
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની શ્રી સરકારી વિનિયન કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં વિવિધ આરોગ્ય વિષયો અંગે જાગૃતિ લાવવા માટે “ઇન્ટેન્સિફાઇડ IEC કેમ્પેઈન-2026" અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી, અમદાવાદ દ્વારા આયોજિત આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવત તથા જિલ્લા ટીબી એચ.આઈ.વી. અધિકારીશ્રી ડૉ. આર.ડી. પહાડીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
કાર્યક્રમ સાથે રેડ રિબન ક્લબ (RRC) અંતર્ગત પણ વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. કાર્યક્રમમાં કોલેજના આશરે 310 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને HIV/AIDS, ટીબી, સિફિલિસ, STI, લેપ્રસી અને હીપેટાઈટીસ જેવા મહત્વપૂર્ણ આરોગ્ય વિષયો અંગે વિસ્તૃત માહિતી આ
Dohad, Dahod | Sep 11, 2026