ગોધરા: ગોધરાની ઘી ઇકબાલ પ્રાથમિક શાળા અને ગર્લ્સ હાઇસ્કુલમાં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી, વિદ્યાર્થીઓ બન્યા એક દિવસના શિક્ષક
ઘી પંચમહાલ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી, ગોધરા સંચાલિત ઘી ઇકબાલ પ્રાથમિક શાળા અને ગર્લ્સ હાઇસ્કુલ ખાતે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષકોના સન્માન અને વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યેની સમજ તથા જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શિક્ષક દિન નિમિત્તે શાળામાં અનોખો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓને એક દિવસ માટે શિક્ષક બનવાની તક આપવામાં આવી હતી.