અંજાર: પ્રયાસ નગર ખાતે અંજાર વિકાસ અભિયાન અંતર્ગત ખાતમુર્હુત કાર્યક્રમ યોજાયો
Anjar, Kutch | Apr 3, 2026 અંજાર શહેરમાં સમાવેશી વિકાસ, મજબૂત શહેરી સુશાસન અને આબોહવા સ્થિતિસ્થાપકતા તરફ એક મહત્વપૂર્ણ પહેલ રૂપે “અંજાર વિકાસ અભિયાન” અંતર્ગત ખાતમુહૂર્ત કાર્યક્રમ આજે પ્રયાસ નગર ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમમાં સંતો મહંતોના આશીર્વચન, શહેરના પ્રબુદ્ધ નાગરિકો, એરિયા કમિટી, વોર્ડ કમિટી, મહિલા મંડળ, યુવા, શેરી વિક્રેતાઓ, શ્રમિક સંગઠન, સ્થાનિક આગેવાનો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં નાગરિકોની ઉત્સાહભેર હાજર રહ્યા હતા.