ગાંધીધામ: પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે મહાનગરપાલિકાની વિશેષ ઝુંબેશ
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2026 અંતર્ગત શહેરમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે.ઝુંબેશ દરમિયાન શહેરના બજારો, વેપારી સંસ્થાઓ, દુકાનો, ગોડાઉનો, ફેરિયાઓ સહિત વિવિધ વ્યાવસાયિક એકમોમાં ચકાસણી કરવામાં આવશે. પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ, કપ, પ્લેટ, ચમચી, સ્ટ્રો, પેકેજિંગ સામગ્રી સહિતની વસ્તુઓ મળી આવ્યે તે જપ્ત કરવામાં આવશે અને નિયમ મુજબ કાર્યવાહી કરાશે