ગાંધીધામ: આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીઓ અંગે મનપા કમિશનર દ્વારા રમત-ગમત મેદાનની સ્થળ મુલાકાત
આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને સફળ બનાવવા માટે મનપા કમિશનર બી.ડી.ડાવેરા દ્વારા આજ રોજ રમત-ગમત મેદાનની મુલાકાત લઈ આયોજનની તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની સફળતા માટે જરૂરી સંકલન અંગે ચર્ચા કરવામાં આવી હતી.