ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલના પુત્ર હરિકેશ પટેલની નકલી પાસપોર્ટ કેસમાં ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ATSના જણાવ્યા મુજબ, વર્ષ 2023ના EDના મની લોન્ડરિંગ કેસમાં તેનો મૂળ પાસપોર્ટ કોર્ટમાં જમા હતો. તેમ છતાં ખોટા દસ્તાવેજો અને સરનામાના આધારે તેણે ગાઝિયાબાદ પાસપોર્ટ ઓફિસમાંથી બીજો પાસપોર્ટ મેળવ્યો હોવાનો આરોપ છે
તપાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ પાસપોર્ટનો ઉપયોગ કરીને હરિકેશે ભૂટાન, બેંગકોક, સિંગાપોર અને દુબઈ સહિત અનેક સ્થળોની મુસાફરી કરી હતી અને નેપાળ મારફતે ભારત પરત આવ્યો હતો. સમગ્ર મામલે ATSએ BNS અને પાસપોર્ટ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.
#GujaratNews #AhmedabadNews #GujaratATS #FakePassport #BreakingNews