વડોદરાની GEB મુખ્ય કચેરી બહાર GETCO ભરતી મુદ્દે ઉમેદવારોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાતભરમાંથી અંદાજે 200થી 300 ઉમેદવારો બેનર અને પોસ્ટર સાથે વિરોધમાં જોડાયા હતા. ઉમેદવારોએ આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પદ્ધતિ સંપૂર્ણપણે બંધ કરવાની માંગ કરી છે. સાથે જ 2023માં કરાયેલા 8000 ભરતીના વાયદા મુજબ 2500થી વધુ જગ્યાઓ માટે બીજો રાઉન્ડ તાત્કાલિક જાહેર કરવાની માંગ ઉઠી છે. 2026ની ભરતી પ્રક્રિયામાં મેરિટ લિસ્ટ પૂર્ણ થાય ત્યાં સુધી સમયમર્યાદા વધારવા અને ભરતીની કુલ જગ્યાઓ વેબસાઈટ પર જાહેર કરવાની રજૂઆત કરવામાં આવી છે. ઉમેદવારોએ ચીમકી આપી છે કે માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે.
#GETCORecruitment #VadodaraProtest #GujaratJobs #CandidateProtest #GEB #HumDekhengeNews