મણિનગર: એરપોર્ટ જતા મુસાફરોની સુવિધામાં વધારો
એરપોર્ટ જતા મુસાફરો માટે ખુશખબર છે. ડફનાળાથી એરપોર્ટ પહોંચવા માટે સાબરમતી રિવરફ્રન્ટ પર નવો રસ્તો શરૂ કરવામાં આવ્યો છે. ડફનાળાથી સદર બજારનો આ માર્ગ શરૂ થવાથી લોકોને ટ્રાફિકમાંથી મોટી મુક્તિ મળશે અને એરપોર્ટ પહોંચવાનું અંતર બેથી ત્રણ કિલોમીટર ઘટી જશે, જેનાથી સમયની પણ મોટી બચત થશે.