ખંભાત: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ખંભાત દ્વારા વસ્તી ગણતરીના ઓર્ડરો બાબતે નગરપાલિકા ચીફ ઓફિસરને રજુઆત,
Khambhat, Anand | May 15, 2026 આજ રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ખંભાત ના હોદ્દેદારો દ્વારા વર્તમાનમાં ચાલી રહેલી વસ્તી ગણતરીની કામગીરી સંદર્ભે ખંભાત નગરપાલિકાના ચીફ ઓફિસર ની મુલાકાત લેવામાં આવી.શૈક્ષિક મહાસંઘ દ્વારા ચીફ ઓફિસર સમક્ષ વસ્તી ગણતરીની કામગીરીમાં શિક્ષકોને સોંપાયેલ ફરજો અને તેના હુકમોમાં જોવા મળતી વિસંગતતાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. હુકમમાં એકપક્ષીય હુકમ ના થાય અને વિસંગતતા ઊભી ન થાય તેની રજુઆત કરાઈ.