ગાંધીધામ: વિશ્વ પર્યાવરણ દિવસે ભાજપ ગાંધીધામ શહેર દ્વારા ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ આદિપુરમાં વૃક્ષારોપણ
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ગાંધીધામ શહેર દ્વારા “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત આદિપુર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય, જિલ્લા મહામંત્રી,મનપાના હોદ્દેદારો તથા ભાજપના કાર્યકરો, આગેવાનો તથા નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ વૃક્ષારોપણ કર્યું હતું.