ગાંધીધામ: શિણાય ગામે સરકારી જમીન પરથી રૂ. 72 લાખની કિંમતનું દબાણ દૂર
ગતરોજ ગાંધીધામ તાલુકાના શિણાય ગામે સરકારી ટ્રાવર્સની 6500 ચો.મી. જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મામલતદાર ગાંધીધામની ટીમે પોલીસ સહયોગથી આશરે 15 કાચા-પાકા મકાનો અને અન્ય દબાણો દૂર કરીને જમીન દબાણમુક્ત કરાવી હતી. દબાણમુક્ત કરાયેલી જમીનની અંદાજિત કિંમત રૂ. 72 લાખ હોવાનું જણાવાયું છે.