ગાંધીધામ: પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ તરફ ઐતિહાસિક કદમ,શિણાય ડેમથી HSR ટાંકા સુધી પાણી સપ્લાય કામગીરીનો શુભારંભ
ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની વર્ષો જૂની સમસ્યાના કાયમી ઉકેલ માટે આજે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પહેલ કરવામાં આવી હતી. શિણાય ડેમમાંથી એચ.એસ.આર. (HSR) ટાંકા સુધી પાણી સપ્લાય કરવાની મહત્વકાંક્ષી કામગીરીનો શિણાય ડેમ સાઇટ ખાતે ભવ્ય કાર્યક્રમ વચ્ચે શુભારંભ કરવામાં આવ્યો હતો.આ લાઇન મારફતે દરરોજ 10 એમએલડી પાણી ઉપાડી શકાશે. આજથી ગાંધીધામ શહેરને પીવાના પાણી માટે પોતાનો એક વિકલ્પરૂપ અને મહત્વપૂર્ણ સ્ત્રોત પ્રાપ્ત થયો છે.