ખંભાત: નટેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, ધારાસભ્ય સહીત નાયબ કલેકટર હાજર રહ્યા.
વિશ્વ પર્યાવરણ દિવસે નગરા નટેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, નાયબ કલેકટર કુંજલભાઈ શાહ, આણંદ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જીલુભા સિંધા, ખંભાત તાલુકા પંચાયત પ્રમુખ મંગળભાઈ સોલંકી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ગૌરીબેન, તાલુકા સંગઠન પ્રમુખ સાગરભાઇ પટેલ,રેન્જ ફોરેસ્ટ ઓફિસર એન.બી. દેસાઈ સહીતના હોદેદારો, કાર્યકર્તાઓ અને વનવિભાગના કાર્યકર્તાઓ હાજર રહ્યા.