અંજાર: પશુપાલકો માટે અત્યંત આનંદ અને ગૌરવના સમાચાર —“સરહદ ડેરી” દ્વારા પશુપાલકોના હિતમાં દૂધના ખરીદ ભાવોમાં વધારો
Anjar, Kutch | Jun 16, 2026 “સરહદ ડેરી” દ્વારા પશુપાલકોના હિતમાં એક વધુ ઐતિહાસિક અને કલ્યાણકારી નિર્ણય લેવામાં આવ્યો છે.આ અંગે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે, આ મહત્વપૂર્ણ નિર્ણયના પરિણામે કચ્છ જિલ્લાના પશુપાલકોને ૮૨૦ રૂપિયા ભાવ ની સરખામણી એ હવેથી ૮૪૦ થવાથી પશુપાલકને દર મહિને અંદાજિત રૂ. ૨ કરોડથી વધુની વધારાની આવક પ્રાપ્ત થશે, જે પશુપાલકોના આર્થિક સશક્તિકરણ તરફનું એક મજબૂત પગલું સાબિત થશે.