ભાવનગર શહેર: ભાદરવી અમાસ નિમિતે નિષ્કલંક ખાતે મેળાને લઇ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો
Bhavnagar City, Bhavnagar | Sep 11, 2026
ભાદરવી અમાસ નિમિત્તે નિષ્કલંક ખાતે પરંપરાગત મેળો યોજાવા જઈ રહ્યો છે. મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતાને પગલે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.