જાંબુઘોડા: જાંબુઘોડા ખાતે આવેલ ઐતિહાસિક કિલ્લામાં અંગ્રેજોને હંફાવનાર વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી
આદિવાસીઓ 16 એપ્રિલ દિવસ ને શહિદ દિવસ તરીકે ઉજવે છે,જેને લઈને તા.16 એપ્રિલ ગુરુવારના રોજ જાંબુઘોડા માં આવેલ જુના કિલ્લામાં રૂપસિંહ નાયક અને જોરીયા પરમેશ્વર ને યાદ કરી પાવી જેતપુરના પૂર્વ ધારાસભ્ય વેચાતભાઈ બારીઆ ની આગેવાનીમાં આદિવાસીઓએ શહિંદ દિવસની ઉજવણી કરી કાર્યક્રમ યોજ્યો હતો, દેશી ઢોલ નગારા સાથે આદિવાસીઓ જાંબુઘોડા માં આવેલા જુના અંગ્રેજોના કિલ્લામા પહોંચ્યા હતા, અને પરંપરાગત શસ્ત્રોની પૂજા કરી હતી