અંજાર: નગાવલાડિયામાં 46 વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ દીધો
Anjar, Kutch | Apr 24, 2026 અંજારના નગાવલાડિયામાં બપોરના અરસામાં અપમૃત્યુનો બનાવ બન્યો હતો. અહીં રહેનાર કંકુબેન નામના મહિલા બપોરે પોતાના ઘરે હતા, દરમ્યાન અગમ્ય કારણોસર તેમણે ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.