અબડાસા: નખત્રાણા પોલીસે ટ્રાફિક ડ્રાઈવમાં વધુ ૫૮ ચાલકનો દંડ ફટકાર્યો
Abdasa, Kutch | Dec 1, 2025 નખત્રાણા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનું પાલન થાય તે માટે હેલ્મેટ જાગૃ ત્તિ ડ્રાઈવ યોજવામાં આવી હતી. અલગ અલગ સ્થળોએ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં હેલ્મેટ ન પહેરનાર ચાલકોને હેલ્મેટ વિતરણ કરવા સાથે ગુલાબ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. કુલ ૩૯૦ વાહન ચેક કરવામાં આવ્યા હતા. જેમાં હેલ્મેટ ભંગ બદલ ૪૮ અને બ્લેકફિલ્મ, સીટ બેલ્ટના નિયમ ભંગ બદલ ૧૦ મળી કુલ ૫૮ ચાલકોને દંડની પાવતી આપવામાં આવી હતી. હેલ્મેટ પહેરવાથી ફાયદા અંગે સમજ અપાઈ હતી.