ખંભાત: લુણેજ ગામે ગૌચર જમીન બાબતની અદાવત રાખીને યુવક પર જીવલેણ હુમલો, 6 શખ્સો સામે ફરિયાદ.
ખંભાત તાલુકાના લુણેજ ગામે ગૌચર જમીન બાબતે ચાલી આવતી જૂની અદાવતને લઈને એક યુવક પર લાકડીઓ વડે ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો.ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.જે મામલે ઈજાગ્રસ્ત કિરણભાઈ માંડાભાઈ ભરવાડે ખંભાત પોલીસ મથકમાં 6 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.