Tulsi Vivah Mahotsav: સુરતમાં ભવ્ય તુલસી વિવાહ મહોત્સવ! પાલના કુબેરશ્વર મહાદેવ ધામમાં ભક્તિનો માહોલ
સુરતના પાલ વિસ્તારમાં આવેલા ૐ તાપ્તી કુબેરશ્વર મહાદેવ ધામ ખાતે દેવઉઠી અગિયારસના પાવન અવસરે ભવ્ય તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે માતા તુલસી અને ભગવાન શાલિગ્રામના પરંપરાગત વિધિ-વિધાન સાથે દિવ્ય વિવાહ યોજાશે.
શનિવારે સાંજે 4 વાગ્યે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે સાંજે 7:30 કલાકે ભવ્ય મહાપ્રસાદ અને ભોજન સમારોહ યોજાશે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.
મંદિર દ્વારા ધાર્મિક પ્રવૃત્તિઓની સાથે ગૌશાળા, અન્નક્ષેત્ર અને મેડિકલ સહાય જેવી સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. આયોજકો દ્વારા સુરતના તમામ ભાવિક ભક્તોને દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
#Surat #SuratNews #TulsiVivah #DevUthaniEkadashi #Shaligram TulsiVivahMahotsav KubereshwarMahadev SuratTemple PalSurat SanatanDharma Mahaprasad GujaratNews HotlineNews
Surat News, Surat Breaking News, Tulsi Vivah Surat, Tulsi Vivah Mahotsav, Dev Uthani Ekadashi, Tulsi Shaligr
Udhna, Surat | Nov 20, 2026