જાંબુઘોડા: જાંબુઘોડાના ડૂમા,રામપુરા અને ઉઢવન ગામે જિલ્લા પ્રમુખ મયંકકુમાર દેસાઈએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને બેઠક યોજી હતી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તા.23 એપ્રિલ ગુરુવાર ના રોજ હાલોલ વિધાનસભાના જાંબુઘોડા તાલુકાના ડૂમા,રામપુરા અને ઉઢવન ગામે જિલ્લા તેમજ તાલુકા પંચાયત ના ઉમેદવારઓ ને જંગી બહુમતી સાથે વિજયી બનાવવા કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો અને આગેવાનો સાથે પંચમહાલ જિલ્લા ભાજપા પ્રમુખ મયંકકુમાર દેસાઈએ બેઠક યોજી સંવાદ સાધી ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતી સાથે વિજય બનાવવા સૌને આહ્વાન કર્યું હતુ