મોરવા હડફ: પત્નીને શારીરિક-માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા પતિ સહિત 4 સામે મોરવા હડફ પોલીસ મથકે ગુનો દાખલ
મોરવા હડફ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કલાજીની સરસવાણી ગામના વતની પ્રીયંકાબેનના લગ્ન ફેબ્રુઆરી ૨૦૨૫માં ભોગ બનનારના જણાવ્યા મુજબ વિમલેશ કુષ્ણલાલ પુરોહિત સાથે થયા હતા.ત્યાર બાદ પત્નીને શારીરિક-માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા પતિ સહિત 4 સામે મોરવા હડફ પોલીસ મથકે તા.26 મે મંગળવારના રોજ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે