Surat Ganeshotsav: 1 કિલો પ્લાસ્ટિક આપો અને માટીના ગણેશજી લઈ જાઓ! મનપાની અનોખી પહેલ
સુરતમાં આગામી ગણેશોત્સવને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા **પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ અને પર્યાવરણ સંરક્ષણ** માટે અનોખી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
મનપાના **5R સેન્ટર્સ** અંતર્ગત ‘**1 કિલો પ્લાસ્ટિક આપો અને માટીના ગણેશજી લઈ જાઓ**’ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
શહેરીજનો સુરતની તમામ **9 ઝોન કચેરીઓ** ખાતે ઓછામાં ઓછું 1 કિલો અથવા તેથી વધુ રિસાયકલ થઈ શકે તેવું પ્લાસ્ટિક જમા કરાવીને તેના બદલામાં **ઇકો-ફ્રેન્ડલી માટીની ગણેશ પ્રતિમા વિનામૂલ્યે** મેળવી શકશે.
આ ગણેશ પ્રતિમા સંપૂર્ણપણે માટી અને કુદરતી સામગ્રીમાંથી બનાવવામાં આવેલી હશે. ગણેશોત્સવની ઉજવણી સાથે પ્લાસ્ટિક વેસ્ટ ઘટાડવા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી મનપાની આ પહેલ મહત્વપૂર્ણ બની રહી છે.
#suratbreaking #suratnews #suratmunicipalcorporation #smc #ganeshotsav