મોરવા હડફ: મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે સાલીયા સંતરોડ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપી નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા
મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે આજે રવિવારે સાલીયા સંતરોડ ગામની મુલાકાત લીધી હતી અને ત્યાં આયોજિત એક માંગલિક પ્રસંગમાં ઉત્સાહભેર હાજરી આપી હતી.સાલીયા સંતરોડ ખાતે રહેતા પટેલ જગતસિંહ વાઘાભાઈની સુપુત્રીના લગ્ન પ્રસંગે ધારાસભ્ય નિમિષાબેન સુથાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવવધૂ અને વરરાજાને પુષ્પગુચ્છ આપી આશીર્વાદ પાઠવ્યા હતા