મોરવા હડફ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમા સરકારના 12 વર્ષ પૂર્ણ, જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે બેઠક યોજાઈ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સક્ષમ નેતૃત્વમાં કેન્દ્ર સરકારના અવિરત અને યશસ્વી 12 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં અનેકવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં પણ આ કાર્યક્રમોના સુચારુ અને ભવ્ય આયોજન માટે આજે સોમવારના રોજ એક મહત્વની બેઠક યોજાઈ હતી.જેમા જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈની અધ્યક્ષતામાં જિલ્લા ભાજપ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે બેઠક યોજાઈ હતી