દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પીપળી ગામે એક મકાનમાં વિદેશી દારૂનું કટીંગ થતું હોઈ જેમાં દાહોદ એલસીબી પોલીસે ઓચિંતો છાપો મારતાં બુટલેગરોમાં અફરા તફરીનો માહૌલ સર્જાઈ જવા પામ્યો હતો જેમાં સ્થળ પર હાજર ચાર ઈસમો ફરાર થઈ જતાં પોલીસે મકાનમાંથી વિદેશી દારૂની બોટલો નંગ.૫૪૨૪ કિંમત રૂપીયા ૫,૪૬,૬૧૬નો જથ્થો કબજે કરી બે મોટરસાઈકલો મળી પોલીસે કપલ રૂપીયા ૫,૪૬,૮૧૬નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.
ગત તારીખ ૨૭મી ઓગષ્ટના રોજ લીમખેડાના પીપળી ગામે રહેતો કનુભાઈ શંકરભાઈ ભુરીયાના રહેણાંક મકાનમાં કનુભાઈ ભુરીયા, કૃણાલ ઉર્ફે બીટ્ટુ જસવંતલાલ ભાભોર (રહે.દુધિયા, ભાભોર ફળિયું, તા.લીમખેડા, જિ.દાહોદ), વૈભવ મોહનલાલ ગુર્જર (રહે.રાજસ્થાન) અને અન્ય એક ઈસમ મળી ચાર જેટલા ઈસમો મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઢાલવતાં હતાં. ત્યારે તે સમયગાળા દરમ્યાન અચાનક દાહોદ એલસીબી પોલીસે સ્થળ પર છાપો મારતાં ઉપરોક્ત ચારેય ઈસમો પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયાં હતાં. પોલીસે મકા
Dohad, Dahod | Aug 28, 2026