દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કાનજીખેડી ગામેથી દાહોદ એલસીબી પોલીસે એક મોટરસાઈકલ તેમજ એક ઈક્કો ફોર વ્હીલર ગાડીમાં હેરાફેરી કરવામાં આવતો વિદેશી દારૂનો રૂપીયા ૨,૯૭,૭૫૦નો પ્રોહી જથ્થો કબજે કરી બંન્ને વાહનો મળી પોલીસે કુલ રૂપીયા ૬,૦૨,૭૫૦નો મુદ્દામાલ કબજે કર્યાનું જ્યારે પોલીસને ચકમો આપી બંન્ને વાહનોના ચાલકો ફરાર થઈ ગયાં હોવાનું જાણવા મળે છે.
દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ગત તારીખ ૨૭મી ઓગષ્ટના રોજ પોલીસે સંજેલીના કાનજીખેડી ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક મોટરસાઈકલ તેમજ એક ઈક્કો ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસે બંન્ને વાહનોને દુરથી ઉભા રહેવા માટેનો ઈશારો કરતાં બંન્ને વાહન ચાલકોએ દુરથી પોલીસને જાેઈ લેતાં પોત પોતાના વાહનો સ્થળ પર મુકી નાસી ગયાં હતાં. પોલીસે બંન્ને વાહનો પાસે જઈ તપાસ કરતાં મોટરસાઈકલ પરથી તેમજ ઈક્કો ફોર વ્�
Dohad, Dahod | Aug 28, 2026