દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો:સંજેલી પોલીસે NDPS એક્ટના સજા વોરંટમાં ફરાર આરોપીને પકડ્યો
સંજેલી પોલીસે એનડીપીએસ એક્ટની કલમ-20 હેઠળના સજા વોરંટમાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દાહોદ જિલ્લામાં સમન્સ/વોરંટની વસૂલાત વધુ અસરકારક બનાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી. પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી અને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ દાહોદ જિલ્લામાં સમન્સ અને વોરંટની વસૂલાત વધુ અસરકારક બનાવવા સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓના આધારે, નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. પટેલના માર્ગદર્શન હેઠળ સંજેલી પોલીસે પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે પારસીગણભાઈ દિતાભાઈ જતે બારીયા, રહે. મોતી/મોડી, તા. સંજેલી, જી. દાહોદ નામનો આરોપી પોતાના ઘરે હાજર છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી આરોપીને દબોચી લીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ�
Dohad, Dahod | Aug 28, 2026